સવાઈ માતા - ભાગ 53

  • 4k
  • 2
  • 1.4k

થોડાં જ દિવસોમાં બેય દીકરાઓ પોતપોતાની પત્નીને લઈ નવા ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં. અહીં મોટો દીકરો - શામળ માતા-પિતા અને દાદા-દાદી સાથે રહી ગયો. તેને લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી. એ વાતે ચારેયનો જીવ ખૂબ જ બળતો, પણ શામળને સમજાવવા માટે હવે કોઈ ઉપાય તેમની પાસે ન હતો. શામળ મા નાં હાથનું સાદું ભોજન એવા પ્રેમથી જમતો અને ચારેય મનડાંને સાચવતો. એક દિવસ તેમની એકલતા દૂર કરવા તે મઝાનું મોટું ટેલિવિઝન લઈ આવ્યો. વીસળને તે ચલાવતાં શીખવાડી દીધું. દાદા-દાદીને તો ભજન, દેશી ગુજરાતી કાર્યક્રમ અને ખેતીની સમજણ, બધુંય જોવા-સાંભળવાની મજા પડી ગઈ. એક સુશીલા, જે આઠ વર્ષની ઉંમરથી ઘરકામ