સવાઈ માતા - ભાગ 52

  • 2.5k
  • 1
  • 1.3k

સવલીના સથવારે સુશીલા થોડી જ વારમાં. સ્વસ્થતા ધારણ કરી પૂછી ઊઠી, "ઊં તો રસ્તામ જતી ઉતી. તંઈ મન ચકરી આઈ ગૈ. પસી હું થ્યું, મન કાંય જ ખબર નૈ, માર બુન." સવલી હેતાળ સ્વરે બોલી ઊઠી, "ઉં રોજ હવ્વાર આંય આઉં. તે આજ રિકસામાંથી તન જોઈ. જોયને જ લાયગું કે તાર પગ ઢીલા પડી ગેયલા. તે ઉં રિક્સાવાળા કનુભૈને કૈને નીચે ઉતરી, ને તન જમીન પર પડતાં પેલ્લાં જ બીજાં બુનોન સહારે પકડી લીધી. પસી રિક્સામ હુવાડીન આંય હુધી લૈ આવી. એક છોડી બી હાથે ચડી ગયલી. ઈ તો આયના દાક્તર વીણાબુનની હાર ભણતા કોય બુનની છોડી. ઉં ઈની હારે