સવાઈ માતા - ભાગ 51

  • 2.6k
  • 1
  • 1.3k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૫૧) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૭-૧૨-૨૦૨૩ (મંગળવાર) વીણાબહેને સુશીલાને મોકળાશવાળા ઓરડામાં રાખેલાં ટેબલ ઉપર સૂવડાવી. આ એક ડૉક્ટર દંપતિએ ઊભું કરેલ મકાન હતું માટે આકસ્મિક ઊભી થતી તબીબી સુવિધાની માંગ અનુસાર જ આ ઓરડો બનાવ્યો હતો. પાંચ પલંગ બિછાવેલાં હતાં, પણ અનિવાર્ય સંજોગો સિવાય તે હંમેશા ખાલી જ રહેતાં. અહીં કોઈને સારવાર હેતુ દાખલ થવાની જરૂર ઉદ્ભવતી નહીં. વીણાબહેને પોતાની સાથે રહેલી મેઘા અને મિસરીને બારીઓ ખોલવાનું અને પંખો પૂર ઝડપે ચલાવવાનું કહ્યું તથા સવલી સિવાય બાકી બધાંને ઓરડાની બહાર જઈ પોતપોતાનું કામ સાંભળવાનું સૂચન કર્યું. ત્યાં જ કોઈનો