હોથલ પદમણી

  • 3.9k
  • 1.1k

પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢયો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી,રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી–એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લ