રમણીકભાઈ આખી રાત વિચાર કરીને અંતે એક નિર્ણય ઉપર પહોંચી ગયા. સવાર થતાં અનન્યા જ્યારે નાસ્તો કરવા બેસી ત્યારે રમણીકભાઈ એ કહ્યું," અનુ..." " જી પપ્પા.." ફોનમાં મશગુલ અનન્યા એ જોયા વિના જ જવાબ આપી દિધો." શું હું એ ડ્રીંકસ એક વખત ટેસ્ટ કરી શકું?" અનન્યા જાણે ખુશીથી ઊછલી પડી. " સાચે જ !" અનન્યા સીધી એના પપ્પા ને ભેટી પડી. " થેન્ક્યુ પપ્પા..." " થેન્ક્યુ હમણાં નહિ..પહેલા હું ડ્રીંકસ ટેસ્ટ કરી અને પછી હું મારો નિર્ણય તને જણાવીશ..." " ચાલશે..કારણ કે મને વિશ્વાસ છે કે એ ડ્રીંકસ તમને જરૂર પસંદ આવશે..." ચા નાસ્તો ત્યાં જ ટેબલ પર મૂકીને અનન્યા