લલિતા - ભાગ 16

  • 2.4k
  • 1.3k

'આવક ઓછી અને ખર્ચા વધવા લાગ્યાં છે અમુક સભ્યોના. અહીં સુધી હવે તો હિસાબ પણ લખાવવામાં આવતો નથી. બોલો.' જ્યંતિભાઈ અર્જુને ટોણો મારીને કહી રહ્યાં હતાં.'તમે કોઈનો ગુસ્સો કોઈ ઉપર નહીં કાઢો. હવે સ્વભાવ પણ બદલો. તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું જ છે. હું લલિતાને લઈને બહાર જાઉં છું. અને રહી વાત ખર્ચા ની તો અમે પિક્ચર જોવા ગયાં હતાં. જેની ટીકીટ મને મારા મિત્રોએ કાઢીને આપી હતી એટલે તેનો હિસાબ લખાવ્યો નથી અને બીજું એ કે આજ સુધી મેં તમારી પાસે ક્યારે હાથ લંબાવ્યો નથી તમે મને ખિસ્સા ખર્ચ માટે જેટલા પૈસા આપો છો તેમાંથી જ હું બધું ચલાવી