હું અને અમે - પ્રકરણ 14

  • 2.5k
  • 1.4k

હર્ષોલ્લાસ સાથે મયુરની જાન માંડવે આવી પહોંચી અને લગ્નની વિધિ શરૂ થઈ. સૌ કોઈના ચેહરા પર આનંદ હતો. નવીન પદની ખુશી દંપતીને પણ એટલી જ હતી. બેન્ડ અને ફટાકડાનો એવો અવાજ આવતો કે બીજું કશું સંભળાતુ પણ ના હતું. એક મેકના હાથમાં હાથ સોંપી બંને એકબીજાના થવા આતુર હતા. શેરીની ચોમેર લાડકડીના નવા પદની શરણાઈઓ સંભળાતી હતી અને જોત જોતામાં સૌની પ્રિય પારકી બની નવે ઘેર ચાલી. રડતી તેના પરિવારની આંખોમાં હરખ પણ અપાર હતો કે સઘળું કાર્ય સંપન્ન થયુ.ધીરુભાઈની આંખોમાં દીકરાને પરણાવવાનું અનોખું તેજ પુરાયું હતું. ક્રિશા પોતાના ભાઈ અને આવેલા નવા ભાભીને લઈ ઘરમાં પ્રવેશવા આતુર બની. દરવાજે