સંધ્યા - 37

  • 2.4k
  • 1.3k

દક્ષાબહેને પ્રાથૅના કરી ને આંખ ખોલી તો બાજુમાં પંક્તિને પ્રાર્થના કરતા જોઈ હતી. એ એકદમ ભાવુક થઈ ગયા હતા. એને પંક્તિના માથે હાથ ફેરવ્યો અને મનમાં જ પ્રભુને કહ્યું, મારી વહુને મેં પહેલીવાર પ્રાર્થના કરતા જોઈ છે, એણે જે પણ માંગ્યું હોય એ એને આપજો.સાસુ અને વહુની વચ્ચેનો એક અનેરો સંબંધ આજે અનાયસે વધુ મજબૂત બની ગયો હતો. બંન્ને દિલથી એકબીજાને ખુશ જોવા ઇચ્છતા હતા.સંધ્યાને આજે બ્રેક સમયમાં એનું ગ્રુપ સ્કુલમાં મળવા આવ્યું હતું. સંધ્યા ઘણા દિવસે બધાને આજે મળીને ખુબ જ ખુશ હતી. બધા દસ મિનિટ માંડ મળ્યા હશે, પણ આટલા ઓછા સમયમાં પણ કેટલી બધી મજા એમણે સમેટી