સપનાનાં વાવેતર - 32

(64)
  • 5.9k
  • 1
  • 3.5k

સપનાનાં વાવેતર પ્રકરણ 32ગંગાનાં દર્શન કરીને અનિકેત હરિદ્વાર સ્ટેશન ઉપર પાછો આવી ગયો. ટ્રેઈન હરિદ્વારથી જ ઉપડતી હતી એટલે પ્લેટફોર્મ ઉપર ઉભી જ હતી. એણે રસ્તામાં પીવા માટે પાણીની બોટલ ખરીદી લીધી અને પોતાના કોચ વિશે કુલીને પૂછ્યું. થ્રી ટાયર એસીનો કોચ પાછળના ભાગમાં હતો એટલે અનિકેત ચાલતો ચાલતો પાછળ ગયો અને કોચમાં ચડી ગયો. અત્યારે પણ એને વિન્ડો પાસે સીટ મળી પરંતુ સાઈડ લોઅર બર્થ નહોતી. ૧૦ મિનિટ પછી ટ્રેઈન ઉપડી. હરિદ્વાર પાછળ છૂટતું ગયું. આ કોચમાં તો ઓઢવા પાથરવાની અને તકિયાની પણ વ્યવસ્થા હતી. વિન્ડો સીટ મળી હતી પરંતુ શિયાળાના કારણે એક કલાકમાં તો રાત પણ પડી ગઈ