રવિવારનો સુહાનો દિવસ અનન્યા માટે નવી સવાર લઈને આવવાનો હતો. રોજની દિનચર્યા પૂર્ણ કરીને અનન્યા ફરી એ લાઇબ્રેરી એ પુસ્તક વાંચવા તલપાપડ થઈ રહી હતી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને કડવી બેને કહ્યું." આ અનુને આજ કાલ શું થઈ ગયું છે? પુસ્તક વાંચવાનો અચાનક શોક ચડી ગયો? તમને કહું છું સાંભળો છો?"ન્યુઝ પેપર વાંચતા રમણીકભાઈ બોલ્યા." તું ચિંતા નહિ કર, તારી લાડલી દીકરી જે કરે છે એ યોગ્ય જ કરે છે, તું જા મારી માટે ચા બનાવી લાવ..." " હમણાં તો ચા પીધી તમે!" " એમ..! તો કોફી બનાવી લાવ પણ તું લાવ ઝડપથી..." પેપર વાંચવામાં મગ્ન રમણીકભાઈનું મોં કોઈ દિવસ