નો ગર્લ્સ અલાઉડ - ભાગ 6

  • 4k
  • 2.9k

અનન્યા સવારના દસ વાગ્યે જ ઘરની નજીકની લાઇબ્રેરી એ પહોંચી ગઈ. લાયબ્રેરીમાં ઘણા લાંબા સમય બાદ આવી હોવાથી એમના માટે આ એક અજાણ્યું સ્થળ બની ગયું હતું. લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જોઈને અનન્યા આશ્ચર્ય પામી! તેણે લોકો સાથે થોડી દૂરી બનાવીને કંઇક સારી પુસ્તક શોધવાની શરૂ કરી. અલગ અલગ વિભાગના અલગ અલગ પુસ્તકો જોઈને અનન્યાનું મન વધુ ચકરાવે ચડ્યું. " કયું પુસ્તક વાંચું? મને તો કઈ સમજાતું જ નથી.." પુસ્તકના ટાઇટલને વાંચીને અનન્યા વારંવાર પુસ્તકને એમની જ જગ્યાએ ફરી મૂકી દેતી હતી. થોડાક સમયની શોધખોળ બાદ એક પુસ્તક અનન્યાને ધ્યાનમાં આવ્યું. " હાઉ ટુ મુવ ઓન.." રાહુલ સાથેના સંબંધ પર