છપ્પર પગી - 40

(14)
  • 2.9k
  • 1.6k

છપ્પરપગી -૪૦ —————————-વહેલી સવારનું ખુબ સરસ વાતાવરણ છે. વિશ્વાસરાવજી ક્યાં લઈ જશે એ કુતૂહલતા વચ્ચે બસ હરિદ્વારનો મુખ્ય વિસ્તાર છોડી હવે ગંગામૈયાને કિનારે કિનારે મુખ્ય માર્ગ પર આગળ વધી રહી છે. બહારનું સુંદર દ્રશ્ય જોઈને ક્યાં જશે એ કુતૂહલતા લગભગ બધાની શાંત થઈ જાય છે અને બસની બારીની બહાર અદ્ભુત નજારો જોઈને બધા એ જોવામાં ધ્યાનસ્થ થઈ જાય છે… બારી બહાર ઝરમર ઝરમર વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક થોડી વાર સૂર્યનારાયણ દર્શન આપી દે છે. આખુય આકાશ જાણે સાત રંગોથી છવાયેલું જોવા મળે છે અને એનો ઉમંગ દરેકના મનમાં સમાવિષ્ટ થઈ રહ્યો હોય તેમ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી અને