શીર્ષક : હેપ્પી જર્ની ©લેખક : કમલેશ જોષી અમારા એક સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે ‘વ્હોટ ઇસ લાઇફ’ પ્રશ્નનો મસ્ત જવાબ આપતા, એક જાણીતા વાક્યને સહેજ ટ્વીસ્ટ કરતા કહ્યું ‘લાઈફ ઇઝ અ જર્ની, અ જર્ની બીટવીન ટુ ડેટ્સ, બર્થ ડેટ એન્ડ ડેથ ડેટ.’ જિંદગી એટલે ‘જન્મ તારીખથી શરુ કરી મૃત્યુ તારીખ સુધીની જર્ની...’ જર્ની એટલે મુસાફરી. પ્રાથમિકમાં ભણતા ત્યારે વિજ્ઞાનના સાહેબ પૃથ્વીના પરિભ્રમણ અને ધરીભ્રમણ વિષે આકૃતિ સહિત સમજાવતા. બોર્ડમાં વચ્ચોવચ્ચ એક સર્કલ કરી એમાં પીળો રંગ પૂરી વચ્ચે લખતા ‘સૂર્ય’ અને એ પછી એની ફરતે એક મોટું સર્કલ બનાવી એના પર એક નાનકડું સર્કલ ‘પૃથ્વી’ ગ્રહનું દોરતા. એ કહેતા કે આપણે