રાજીનામું

  • 3.8k
  • 2
  • 1.3k

' હજી કેમ નહીં આવ્યા હોય ? ' એમ કુમુદ વિચારતી હતી. અને રસ્તા પરથી પસાર થતી સાયકલની દરેક ટંકોરીના અવાજે ' એ આવ્યા ? ' ના તેને ભણકારા થતાં. સવારે સાડા નવે જમીને ગયા હતા. આમ તો રોજ ટિફિન લઈને જાય પણ આજે તેઓ જમીને ગયા હતા. ચાર વાગે એક આટો પણ મારી જાતા આજે તો એ પણ ના આવ્યા. આથી સ્ત્રી સહજ સ્વભાવે કુમુદને ચિંતાઓ વધુ થતી હતી. ' એ ' એટલે હરિપ્રસાદ - કુમુદ ના પતિદેવ. આજે રોજ કરતાં ઘણું મોડું થયું હતું. રાત્રીના સવા દસ તો થઈ જ ગયા હતા ને હા, સવા દસથી પણ શાયદ