સપનાનાં વાવેતર - 31

(58)
  • 4.8k
  • 1
  • 3.2k

સપનાનાં વાવેતર પ્રકરણ 31સ્વામી વ્યોમાનંદજી અનિકેતનો હાથ પકડીને એને સૂક્ષ્મ જગતમાં એના મોટા દાદા સ્વ. વલ્લભભાઈના દિવ્ય આત્મા પાસે લઈ ગયા હતા. મોટા દાદાએ ગાર્ડનમાં બેસીને અનિકેત સાથે સૂક્ષ્મ જગત વિશે ઘણી બધી અચરજભરી વાતો કરી. એ પછી એ અનિકેતને ગાયત્રી માતાનાં દર્શન કરવા મંદિરમાં લઈ ગયા. મંદિરમાં અનિકેતે ગાયત્રી માતાની એકદમ જીવંત મૂર્તિ જોઈ. મૂર્તિમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો હતો. એ પછી બંને જણા બહાર નીકળ્યા. "અહીં સૂક્ષ્મ જગતમાં પણ મંદિરો હોય છે એ જોઈને નવાઈ લાગે છે દાદાજી." અનિકેતે પૂછ્યું."તમામ ધર્મોનાં મંદિરો અહીં છે. જ્યાં સુધી તમારી કોઈ ચોક્કસ ધર્મ ઉપર આસ્થા હોય ત્યાં સુધી તમને અહીં મંદિરો