પ્રેમ સમાધિ - પ્રકરણ-31

(30)
  • 3.2k
  • 2
  • 2.2k

પ્રેમ સમાધિપાર્ટ – 31કલરવનો અગમ્ય ભય સાચો પડી ગયો... ઘર કુટુંબ વેરાન બની ગયું એનાં કાનમાં હજી ચીસો અને આડોશી પાડોશીનાં શબ્દો ગુંજી રહેલાં... “તું બહાર હતો બચી ગયો. આ બંન્ને નિર્દોષ જીવથી ગયાં..” એને થયું નિર્દોષ તો બધાં હતાં. તો દોષિત કોણ ? પાપા ? એમણે ઉઠાવેલાં જોખમી કદમથી એણે નાનકી વ્હાલી બહેન ગુમાવી... નિર્દોષ ભોળી માં ગુમાવી. એ વિચારોમાં હતો અને પોલીસ પટેલે કહ્યું કલરવ... કલરવ.. બેટા તારી બહેન અને માં મૃત જાહેર થયાં છે તારાં પાપા ક્યાં છે ?”કલરવ સાવ કોરા ધાકોર ચહેરે પોલીસ પટેલ સામે જોઈ રહ્યો બોલ્યો સર પાપા બહારગામ ગયાં છે એમનો ફોન આવેલો