નો ગર્લ્સ અલાઉડ - ભાગ 1

(15)
  • 9.9k
  • 1
  • 6k

" અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે." જે પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી. " સોરી... અનુ...મારાથી આ નહી કહેવાય!..." " તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..." " અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..." " તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?" " હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?" " ઉફ્ફ..ઓકે