હું અને અમે - પ્રકરણ 12

  • 2.6k
  • 1.7k

જ્યારે જ્યારે લલ્લુકાકા કે તેના ઘરમાંથી કોઈ બહાર જતું તો મહેશ અને અમિતા બેમાંથી કોઈ પણ તેને સંભળાવ્યા વિના ના રહે. તે કાં તો મયુર અને તેના પરિવાર તથા તે કેટલો મોટો માણસ છે અથવા રાકેશ નું નામ લીધા વિના તેના વિશે ખરાબ બોલે. લલ્લુ કાકા હવે આ બધાથી ત્રાસી ચૂક્યા હતા અને તેના ઘરમાં પણ કોઈ જો તેનું નામ લે તો તે ગુસ્સે ભરાઈ જતા. સામેના મકાનમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી. વિવિધ પ્રકારની લાઈટો મૂકવામાં આવી. આખી શેરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. મંડપ શણગારવામાં આવી રહ્યો હતો અને એ મંડપની ચારેય બાજુ ગોઠવેલી લાઈટ તે દુલ્હનના