સંધ્યા - 36

  • 2.3k
  • 1.3k

સુનીલને કલ્પના પણ નહોતી કે, સંધ્યા આટલી બધી દુવિધા સાથે જીવી રહી હશે. એને ખુબ દુઃખ થયું કે પોતે સંધ્યાનું મન ક્યારેય વાંચી જ ન શક્યો. આજે પોતાને સંધ્યાના સ્થાન પર રાખીને જોયું તો એણે અનુભવ્યું કે, કેટલી વેદના વચ્ચે પણ એ ખુબ સરળતાથી જીવે છે. સુનીલથી પોતાનું કામ થઈ રહ્યું નહોતું. એણે સંધ્યાને બોલાવી અને કહ્યું, "તું આટલી બધી તકલીફમાં હતી તો તે કેમ મને ક્યારેય કોઈ જ વાત ન કરી? તું પરણી ગઈ એટલે આપણી વચ્ચે અંતર આવી ગયું?""ના એવું નથી. પણ તને કહીને પણ શું ફેર પડવાનો હતો? તું દુઃખી થાય એ સિવાય બીજું કઈ જ આપણે