સંધ્યા - 35

(11)
  • 2.6k
  • 1.3k

સંધ્યા સવારના પોતાનો નિત્યકર્મ પતાવીને તૈયાર થઈ ગઈ હતી. જરૂરી જણાતો સામાન પણ એણે પેક કરી લીધો હતો. સંધ્યાને તૈયાર જોઈને રશ્મિકાબહેન તરત એમ થયું કે, સંધ્યાએ તો ઝડપથી આ વાતને અમલમાં પણ મૂકી દીધી! એમને સંધ્યાને ઘણુ બધું કહેવું હતું. મનમાં જે ગુસ્સો હતો કે, સૂરજ તારે હિસાબે જ નથી એ મેણું ફરી મારવું હતું, પણ ચંદ્રકાન્તભાઈએ કડકાઈથી સંધ્યાને કઈ જ ન કહેવા કહ્યું હોય અને તેઓ પણ અત્યારે હાજર હોય ન છૂટકે એમણે પોતાનો ક્રોધ પીવો પડ્યો હતો. સંધ્યા પોતાની જોબ માટે નીકળે ત્યાં સુધીમાં એણે અભિમન્યુને પણ તૈયાર કરી દીધો હતો. સંધ્યા જોબ પર જતી રહી હોય,