સંધ્યાની વાત સાંભળીને દક્ષાબહેને તરત પૂછ્યું, "બેટા! તું ક્યાં નિર્ણયની વાત કરે છે? ક્યાં કારણથી તું આવી વાત કરે છે?""હું આમ એટલા માટે કહું છું કારણ કે, મારા સાસુસસરા કોઈ જ વડીલ તરીકેની એની ફરજ બજાવતા જ નથી. હક એમને જોઈએ છે પણ મારી તો ઠીક અભિમન્યુની કોઈ બાબતે પણ મને સાથ આપતા નથી. આર્થિક મદદ પણ તેઓ સામેથી કરતા નથી. હું જ મારી રીતે જેટલું થઈ શકે એટલું ઘરને ચલાવું છું. હું એમની જોડે રહું એનો મને કોઈ જ ફાયદો આ દોઢ વર્ષમાં મને દેખાયો નહીં. ઉલ્ટાનો અભિમન્યુની પરવરિશમાં મને એ લોકો કોઈ ને કોઈ બાબતે વિઘ્ન ઉભા કરે