ચમત્કારિક રૂદ્રાક્ષ - 7

  • 2.3k
  • 1.1k

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૭ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના છ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)           રાકલાની મા ના કહ્યા અનુસાર રાકલાના મામાની દિકરીની સગાઇમાં ઘણા મહેમાનો આવેલા. એમાં એક મહેમાન કે જે મામાના મિત્ર હતા તે એક કાર્ગો વેસેલ/શીપના કેપ્ટન હતા. જે દિવસે સગાઇ હતી ત્યારે તેમની વેસેલ પોરબંદરના દરિયા કિનારામાં પોર્ટથી થોડુક દૂર લાંગરવામાં આવેલ. કેપ્ટને કાર્ગો વેસેલની અવનવી વાતો કહી એટલે અમને વેસેલ જોવાનું મન થયું એટલે પોર્ટ ઓફિસેથી પરવાનગી લઇ, કેપ્ટન સાહેબની સાથે એક નાની બોટમાં અમે ત્રણેય કાર્ગો વેસેલની મુલાકાતે ગયા. ત્યાં વેસેલ જોઇ રહ્યા હતા ત્યારે જ હવામાનમાં પલટો આવ્યો.