સપનાનાં વાવેતર - 29

(65)
  • 5.7k
  • 1
  • 3.7k

સપનાનાં વાવેતર પ્રકરણ 29ફેમિલી સાથે વાત કરીને અનિકેતે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. પોણા દસ વાગવા આવ્યા હતા એટલે એણે પછી સૂઈ જવાનું નક્કી કર્યું. ગાડીની વધુ પડતી સ્પીડના કારણે બારીમાંથી ખૂબ જ ઠંડો પવન આવતો હતો. એણે પોતાની સાઇડની બંને બારીઓ બંધ કરી દીધી. ઓઢવાની શાલ તો બેગમાં ચોરાઈ ગઈ હતી. એ તો સારું હતું કે એણે ગરમ જેકેટ પહેરેલું હતું અને માથે ગરમ ટોપી પણ. એ ટૂંટિયું વાળીને સૂઈ ગયો. હમણાં હમણાંથી એણે પાંચ માળા ચાલુ કરી હતી એટલે સવારે છ વાગે તો એ ઊભો થઈ જતો હતો. બરાબર છ વાગે આજે પણ એની આંખ ખુલી ગઈ. એ