બલિદાન પ્રેમ નુ.. - 17

  • 2.6k
  • 1.4k

નેહા મલય સોનિયા અને રાજ બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાયા... કોઈ ને નાસ્તો કરવામાં બોવ ઇન્ટરેસ્ટ નહતો પણ નેહા જાણતી હતી કે હકીકત જાણ્યા પછી કોઈ ને ભૂખ નહિ લાગે. એટલે એને બધા ને નાસ્તો કરાવડાવ્યો... ત્યાર બાદ બધા હોલ માં સોફા પર ગોઠવાયા. રામુકાકા ને પણ ત્યાં જ બોલવામાં આવ્યા. રામુકાકા સૌ થી પહેલા મારે તમને કંઈક કહેવું છે. રામુકાકા નેહા ની સામે જોઈ રહ્યા. માફ કરી દો કે મારે તમને મારી સોગંદ આપવી પડી હતી કે તમે મલય ને કઈ પણ ના જણાવતા. પણ તમે જે વાત જાણો છો એ અધૂરી છે. કહાની ત્યાં ખતમ નથી રામુકાકા.