હું અને અમે - પ્રકરણ 11

  • 2.9k
  • 1.7k

સવારના લગભગ દસેક વાગ્યે નીરવ અને તેની પત્ની મનાલી બન્ને બહાર જઈ રહ્યા હતા. તેવામાં રસિલા કાકી અને અમિતા બંને પોતાના ઘરના ઓટલા પર બેસીને વાતો કરતા હતા. નીરવ અને મનાલીને જોઈને અમિતા મોટા અવાજે રસિલા કાકીને કહેવા લાગી, "બઉ સરસ સાસરિયું મળ્યું છે રાધિકાને. પૈસે ટકે કોઈ તાણ નથી. ગાડિયું માં ફરે છે રાધિકા." તો સામે રસીલાએ પણ જવાબ આપ્યો, "નસીબદાર છે તમારી રાધિકા..." તે બંને સમજી ગયા કે અમિતા અને કાકી તેઓને સંભળાવી રહ્યા છે. છતાં બંને ચૂપ થઈ પોતાના કામે બહાર જતા રહ્યા. વિનોદને જાણ થતાં જ તેણે રસીલાને એકલી બોલાવી અને ખખડાવી નાંખી. પણ તેને કોઈ