પ્રકરણ ૧૬મીનાબેને સવારે ઉઠીને જોયું તો હૉલની લાઈટ ચાલુ જ હતી. પરમ સોફા પર જ છાતી પર ડાયરી મૂકી સૂતો હતો. એની બંધ આંખો નીચે પણ ભેજ હોય એમ લાગતું હતું! વસંતભાઈને પરમની વ્યથા, એની પીડા, એની તકલીફો, એની દોડધામ અને એનાં પરિવારને સાચવવાની મથામણ જોઈ એની સામે પોતાને ખૂબ વામણા સમજવા લાગ્યા હતાં. વારંવાર પ્રભુ પાસે માંગતા કે આવો સંપૂર્ણ પુરુષ કોઈ ભાગ્યશાળીના નસીબમાં જ હોય છે, તું મારી દીકરીની પાસેથી એ વરદાન નહિ છીનવતો. સૌનો આખો દિવસ ભારે ભારે કોઈ અકથ્ય બોજ હેઠળ પસાર થયો. રાત્રે પરમ આવ્યો અને સૌ સાથે જાણે બોલવા પૂરતું બોલ્યો અને ફટાફટ જમીને