લલિતા એટલી શરમાળ હતી કે બે મિનિટ સુધી તો તે બહાર આવવામાં ખચકાટ અનુભવી રહી હતી. પ્રકાશભાઈએ ત્રીજી બૂમ પાડી અને અંદરથી બહેને રીતસરની તેને બહાર ધકેલી ત્યારે તે બહાર આવી. લલિતા બહાર તો આવી પણ હજી પણ તેની નજર નીચેની તરફ જ હતી. જે રીતે તે સ્કૂલમાં સાડી પહેરીને જતી હતી તે રીતે જ તેણે હમણાં સાડી પહેરેલી હતી. શરમના લીધે પોતાના પાલવને પણ ખભા ઉપર વીંટાળી લીધેલો હતો.અર્જુન ચપળ અને હોશિયાર હતો તે લલિતાને જોઈને તરત સમજી ગયો કે લલિતા તેની સાથે એકલી બહાર જવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. લલિતા ઘરના દરવાજે આવીને ઉભી રહે છે."લલિતા,