બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 13

  • 2.3k
  • 1.2k

બધાજ ધીમે ધીમે મંદિરના પગથીયા ઉતરી ગયા. ત્યાંજ સામેથી અઘોરી તથા ગામના લોકો આવી રહ્યા હતા. કાલિંદી અને તેમના પરિવારને સહીસલામત જોઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.વૃદ્ધ અઘોરીની નજર અચાનક એ તરફ ગઈ. એ કાલિંદીના પરિવાર સાથે રહેલો એ અજાણ્યો વ્યક્તિ તેનું વ્યક્તિત્વ અઘોરીને તેના તરફ ખીંચતું હતું.શિવમની ગોળ ગોળ આંખો અઘોરીને કોઈકની યાદ અપાવતી હતી. શિવમના ચહેરાનું તેજ પણ એ યાદ આવેલી વ્યક્તિના ચહેરા સાથે મેળ ખાતું હતું. અઘોરી તો એકીટસે શિવમ સામે જોઈ રહ્યો.આમ અઘોરી શિવમ સામે એકી નજરે જોતા જોઇને. ત્યાં ઉભેલા બધાં મુંઝવણમાં પડી ગયા.“ આ શિવમ છે તેમનાં કારણે જ આજે હું અને મારો પરિવાર