ગતાંકથી... "જૂઠું બોલે છે? ધોડું કંઈ તારા જેવું મૂર્ખ નથી." એમ કહી તેણે પોટકી નીચે મૂકી દીધી અને જે દિવાલ પર સંદીપ હાથ ફેરવતો હતો તે જ દિવાલમાં નો એક ખીલો દબાવ્યો એટલે એક બારણું ખૂલ્યું .આ પડછંદ કાયા ના ઘાટીએ તે બાદ સંદીપનો હાથ ઝાલીને તેને ઘસડીને ઉભો કર્યો અને બે ચાર ધબ્બા લગાવી દઈને એક ધક્કો મારી તેને તે બારણા ની અંદર ધકેલી દીધો. બારણું બંધ થઈ ગયું. હવે આગળ... સંદીપ એક અંધારી કોટડીમાં કેદ થયો. પોતાને વાગેલા ધબ્બાઓથી ઘડીભર તે બેચેન જેવો બની ગયેલો. સંદીપ તે ઓરડીમાં થોડીક વાર એમ જ પડ્યો રહ્યો. પછી તેને આમ લાચાર,