ચોરોનો ખજાનો - 48

  • 2.7k
  • 1
  • 1.6k

અંગ્રેજની વાપસી દિવાલ ઉપર પ્રોજેક્ટર વડે એક પછી એક એમ અમુક ફોટા પ્લે થઈ રહ્યા હતા. ફોટામાં ખૂબ જ આરામથી સિરત સૂઈ રહી હતી. તેની બાજુમાં કોણ હતું એ તો ન્હોતું દેખાઈ રહ્યું પણ તેના હાથમાં એક બંદૂક હતી જેને સિરત ઉપર તાકી રાખવામાં આવી હતી. જો તે ઈચ્છે તો ત્યારે જ સિરતને મારી શકે એમ હતા પણ અહી ફોટા મોકલવાનો મતલબ માત્ર અને માત્ર એટલો જ હતો કે જેનાથી ડેની ડરીને તેમની મદદ કરે. સિરત ઉપર રાખવામાં આવેલી બંદૂક જોઈ ડેની થોડીવાર માટે એકદમ ચકિત થઈ ગયો. તે સમજી ન્હોતો શકતો કે એટલી સિક્યોરિટી હોવા છતાં આવું કઈ રીતે