સંધ્યા - 32

  • 2.4k
  • 3
  • 1.3k

સંધ્યાએ પોતાના ઘરમાં એક અડગ મક્કમતા સાથે પ્રવેશ કર્યો હતો કે, પરિસ્થિતિ મારી કોઈ પણ હોય મારો ધ્યેય અભિમન્યુની શ્રેષ્ઠ પરવરીશ જ રહેશે! એ માટે હું કયારેય કોઈ જ સમાધાન નહીં કરું. મન તો એણે મક્કમ કરી જ લીધું હતું પણ ઘરમાં ગુંજતા સૂરજની યાદના પડઘા એને વિચલિત કરી દેતા હતા. ફરીફરીને ભયાનક દ્રશ્ય એની આંખ સામે તાજું થઈને ઉભું રહી જતું હતું, છતાં સંધ્યા કોઈને કોઈ પ્રવૃત્તિમાં પોતાને ગુંચવેલી રાખતી હતી. સંધ્યા દિવસે તો પોતાનો સમય બીજા કામમાં પરોવીને પસાર કરી લતી હતી, પણ રાત એની વીતાવવી ખુબ મુશ્કેલ હતી. આખી રાત પડખા ફર્યા કરતી અને મોબાઈલમાં કેટલા વાગ્યા