વિરમસિંહ નંદિની ને કંઈ પણ સમજાવે એ પેલા નંદિની પાછે પગે પાછળની તરફ ખસવા લાગી. નંદિનીને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો. એ આઘાત સહન ના કરી શકી. અને ત્યાંથી મંદિરના પગથીયા ઝડપથી ઉતારવા ગઈ ત્યાંજ એ ગર્ભવતી નંદિની નો પગ લપસ્યો.“ આઅઅઅઅ... ”“ નંદિની..."એ એક સાથે બે ચીસ એ ભૈરવી અને રક્ષિતને ધ્રુજાવી દીધા.....“ નંદિની...” વિચારોમાં ખોવાઈ ગયેલા વિરમસિંહના મો માંથી એક ચીસ આખા મંદિરમાં ફરી વળી.બહાર ચાલી રહેલી ભયંકર હવાઓ પણ એકદમ શાંત થઈને થંભી ગઈ. એ ભયંકર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ધીમે ધીમે એ વાતાવરણ હલકું બનીને ઠંડુ પડી ગયું.“ પપ્પા... શું થયું અચાનક કેમ તમે મમ્મીનું નામ