સપનાનાં વાવેતર - 28

(55)
  • 6.2k
  • 1
  • 4k

સપનાનાં વાવેતર પ્રકરણ 28ઋષિકેશ જવાને માત્ર છ દિવસ જ બાકી હતા એટલે ચા પાણી પીધા પછી અનિકેત ટિકિટ બુક કરાવવા માટે બેઠો. સવારે આઠ વાગ્યાની ટ્રેઈન હતી જે બીજા દિવસે બપોરે એક વાગે પહોંચતી હતી. ટ્રેઈન હરિદ્વાર સુધી જ જતી હતી એટલે હરિદ્વારથી વગર પૈસે બીજા કોઈ સાધનથી ઋષિકેશ સુધી પહોંચવાનું હતું ! પહેલાં તો અનિકેત સેકન્ડ એસી ની ટિકિટ માટે જ વિચારતો હતો કારણકે એમાં બે સીટ ખાલી હતી. પરંતુ એને યાદ આવ્યું કે સપનામાં મોટા દાદાએ સ્પષ્ટ કહ્યું હતું કે - આ એક તપસ્યા યાત્રા છે - એટલે પછી એણે સ્લીપર ક્લાસમાં જવાનો નિર્ણય લીધો. એણે સ્લીપર ક્લાસમાં