Malpractice of AI

  • 2.6k
  • 986

" પહેલેથી જ લખાણ દેખાઈ આવતાં હતાં. એ દુનિયાની સામે જે સોશિયલ મીડિયામાં ઠુમકા લગાવતી હતીને એ સંસ્કારોના પતનની જ શરૂઆત હતી."" તે તારું નામ તો બદનામ કરી દીધું પણ સાથે આ સોસાયટીનું પણ કરી નાખ્યું."" છી..! મને તો કહેતાં પણ સંકોચ થાય છે કે તારા જેવી છોકરી મારી ફ્રેન્ડ હતી."" બેશરમ, અહીં ઊભી ઊભી સાંભળી રહી છે. જરા પણ શરમ કે સંકોચ વગર." જોરદાર ધક્કા સાથે તેણીને પાછળ હડસેલવામાં આવી. તેનાં કદમ ડગમગાયા અને તે જમીન પર પડે એ પેલાં જ તેનાં પપ્પાએ તેને સહારો આપી દીધો.આખી સોસાયટી મળીને તેણીને તેનાં ઘરની બહાર ન કહેવાનું કહી રહ્યાં હતાં. તે