હું અને અમે - પ્રકરણ 9

  • 2.5k
  • 1.6k

મોડી રાતે ઘરની બાલ્કનીમાં એક ફોટો હાથમાં લઈ રાકેશ ઊભો હતો. " શું વાત છે?" પાછળથી આવી રાકેશના ખભા પર હાથ મુકતા સાગરે પૂછ્યું અને પોતાના પરિવારનો ફેમિલી ફોટો જોતા રાકેશે જવાબ આપ્યો " કંઈ નઈ." " તો અહીં કેમ ઉભો છે?" "મારે તમને એક વાત કહેવી 'તી." "બોલ. શું કહેવું છે?" "જીજુ! હું કાલે વડોદરા જઈ રહ્યો છું." "વડોદરા?!" આશ્વર્ય સાથે તેણે રાકેશને પૂછ્યું. "હા" "કેમ અચાનક? ઓલ ઓકે?" "ના, ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર જ છે. હું કામ માટે જાઉં છું." થોડી ક્ષણ પછી તેણે ફોટો બાજુમાં મુક્યો અને સાગર સામે જોયું. " દીદી? " "એ સુઈ