એ છોકરી - 19

  • 2.5k
  • 1.2k

રૂપાલીની ધો.12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ ખરેખર ખૂબ જ સારી ગઈ હતી. તેણે તનતોડ મહેનત કરી હતી. જમવાનું પણ તે ઘણી વખત ભૂલી જતી હતી. મહારાજ યાદ કરાવીને જમાડતા ત્યારે મેળ પડતો હતો. હું આખો દિવસ ઘરે રહેતી ના હોવાના કારણે મહારાજને આ વિષે ધ્યાન રાખવા મેં સૂચના આપી હતી.રૂપાલીને મેં વચન આપ્યુ હતુ કે તેની પરીક્ષાઓ પૂરી થશે એટલે હું તેને ગામડે તેના બાપુ અને પરીવારને મળવા લઈ જઈશ. એટલે એક રવિવારે અગાઉથી ફોન પર ડાહ્યાભાઈ સાથે વાત કરીને અમે ગામડે મળવા ગયા હતા. ડાહ્યાભાઈ તો કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જેવા હું અને રૂપાલી કારમાંથી ઉતર્યા ડાહ્યાભાઈ તો જોતા જ