સપનાનાં વાવેતર પ્રકરણ 27"હું તમારા સ્વ. પિતા વલ્લભભાઈનો ખાસ સંદેશ આપવા માટે જ તમારા ઘરે આવ્યો છું. એ સંદેશ તમારા આ અનિકેત માટે છે. જો મારે મુંબઈ આવવાનું ના થયું હોત તો મારે તમને બંનેને રાજકોટ બોલાવવા પડત." ગુરુજી બોલ્યા.ગુરુજી મુંબઈ આવ્યા હતા અને ધીરુભાઈ શેઠના બંગલે મહેમાન બન્યા હતા. રાત્રે ૯ વાગે ગુરુજી ધીરુભાઈ અને અનિકેત સાથે વાતચીત કરી રહ્યા હતા. " જી ગુરુજી. " ધીરુભાઈ બોલ્યા. " તમે તો જાણો જ છો કે તમારા પિતાશ્રી ગાયત્રીના પ્રખર ઉપાસક હતા અને એમણે પોતાના જીવનમાં પાછલી ઉંમરમાં ઘણાં પુરશ્ચરણો કર્યાં હતાં. એમણે પોતાના જીવનમાં કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી પરંતુ