છપ્પરપગી ( ભાગ-૩૨) ——————————આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કરીને બસ ઉભી… બધા જ નીચે ઉતરીને જુવે છે તો આશ્રમની ચારે તરફ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે… આશ્રમની એક તરફ પવિત્ર ગંગા મૈયા વહી રહ્યા છે… બીજી તરફ પાછળ અલૌકિક પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. આશ્રમની બિલકુલ બાજુમાં દેવાધિદેવ ભોળાનાથનું એક પ્રાચીન મંદિર, આસપાસ સુંદર મજાનાં લીલાછમ વૃક્ષોની ડાળીઓ મંદ મંદ શીતળ પવનથી લહેરાઈ રહી છે… પુષ્પોથી ઊભરાતા નાના નાના છોડ મીઠી મધુરી મહેંક છોડી રહ્યા છે..એક વિશાળ કંપાઉન્ડ, જેમાં બાળકો માટે રમવા માટે પુરતા સાધન સુવિધાઓ, વડીલો અને ભાવિકો વહેલી સવારે કે સમી સાંજે બેસી ગંગામૈયાનો મધુર ધ્વનિ અને