"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:58" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારની તૈયારી ચાલી રહી હોય છે.સૌ સબંધીઓની રાહ જોવાય છે.નાયરાના પોસ્ટમોર્ટમ માટે પોલીસ ઘરે આવે છે પરંતુ પાર્થિવ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દે છે.નાયરાની અંતિમયાત્રા નિકળે છે.આર્વી નાયરાના શબને સજાવતી હોય છે એ જોઈ ચિંતનભાઈ અને રેખાબેનનુ હૈયું ભરાઈ આવે છે.આર્વીને જે નાયરા માટે અદેખાઈનો ભાવ મનમાં હતો એ આજે બળી ગયો હોય છે.નાયરાના અંતિમ દિવસોમાં તેને સગી બહેનની જેમ તેની સેવા કરી હોય છે.પાર્થિવના દિલમાં સ્થાન બનાવવા નહીં પણ માણસાઈના વાસ્તે... રેખાબેન અને ચિંતનભાઈ એ આર્વીને પોતાની દિકરી માની લીધી હોય