"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:13" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મુંબઈ જાય છે તો,પાર્થિવની મહેનત અને ધગશે તેના ભાગ્યને પળમાં જ બદલી નાંખ્યું.કોલેજમાં એડમિશન માટે ગયો ત્યાં લાંબી લાઈન હતી ફોર્મ ભરી ગેરેજમાં ગયો.રિઝલ્ટ સારું હતું તો એડમિશનમાં કંઈ ખાસ વાંધો આવ્યો નહીં. પાર્થિવની સફર શરૂ થઈ ગઈ.કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તો અહીં માલતીબહેન તેને શોધતા શોધતાં મુંબઈ આવ્યા. ગલી ગલી ફરી વળ્યા"મારા દિકરાને જોયો? નવો એરિયા નવી ભાષા ન કોઈ સમજે ન કોઈ જાણે સૌ કોઈ એમને નિહાળી જ રહેલું... મુંબઈની મરાઠી ભાષા તો ક્યાં આવડે નિશાળ તો ક્યાં જોઈ જ હતી એમને