બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 8

  • 2.6k
  • 1.5k

વિરમસિંહ ને ગામમાં વૈદ્ય ના ઘરે પહોંચતા ખબર પડી કે જડીબુટ્ટી તેમની પાસે હાજર ના હોવાથી કાલિંદી અને શ્રેયા જંગલમાં જડીબુટ્ટી લેવા ગયા છે. હવે તો વિરમસિંહ ની ચિંતા ખુબજ વધી રહી હતી અને ઉપરથી એ અઘોરી દાદા ની કહેલી વાત... “ ના તેમને જવા દો. મા કાળી નો સંદેશો આવ્યો છે તેમને. કાલિંદી ખુદ તેના રહસ્ય તરફ જવા માંગે છે તેને ના રોકશો.” આ શબ્દો વિરમસિંહને યાદ આવ્યાં હવે તો તેને પાક્કી ખાત્રી થઈ ગઈ કે કઈક તો અનહોની થવાની છે.વિરમસિંહ વૈદ્ય ના ઘરની બહાર નીકળ્યા ત્યાંજ તેની નજર સમક્ષ નંદિની ઊભી હતી. “નંદિની તું અહીંયા ?” વિરમસિંહે નવાઈ