બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 7

  • 2.3k
  • 1.4k

વિરમસિંહ પોતાના ઓરડામાં જડીબુટ્ટી લઈને જાય છે. પોતાના બંને હાથો વડે તે જડીબુટ્ટી ને પીસીને નંદિની ના નાક આગળ રાખી. જડીબુટ્ટી ની એટલી બધી તીવ્ર તીખી સુગંધ આવતી હતી કે વિરમસિંહ નું નાક બળવા લાગ્યું. વિરમસિંહે પલંગ ની બાજુ માં રહેલા ટેબલ ઉપર જડીબુટ્ટી ને મૂકી ને બહાર પાણી લેવા ગયા. નંદિની ભાન માં આવશે તો હું શું જવાબ આપીશ ? કાલિંદી અને ભૈરવી નું રહસ્ય તેની સામે તો આવી ગયું પણ હવે આગળ શું થશે ? મનમાં કેટલાય વિચારોની માયાજાળ સાથે વિરમસિંહ ઓરડા માંથી બહાર આવ્યા. રસોડામાંથી પાણી લઈને બહાર આવ્યા ત્યાંજ એક અવાજ સંભલાણ્યો......“ કાલિંદી........” મૂર્છિત હાલત માંથી