સપનાનાં વાવેતર - 26

(53)
  • 5.4k
  • 4
  • 3.8k

સપનાનાં વાવેતર પ્રકરણ 26 બીજા ચાર મહિનાનો સમય પસાર થઈ ગયો. અનિકેતનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવાઈ ગયો. એ દિવસે અનિકેતે પોતાના સ્ટાફને અને પોતાના મિત્રોને સાંજે હોટલમાં ડીનર પાર્ટી આપી હતી અને ત્યાં જ કેક કાપી હતી. કિરણ વાડેકર અને અનાર દીવેટીયા તો એની ઓફિસમાં જ જોબ કરતાં હતાં. જ્યારે ભાર્ગવ ભટ્ટ અને જૈમિન છેડાને અલગથી આમંત્રણ આપીને બોલાવ્યા હતા. અનિકેતના તમામ મિત્રો અનિકેતથી ખુશ હતા. જૈમિન છેડાને અનિકેતે ૩૫ લાખ આપ્યા હતા એટલે એમાંથી એણે પોતાના દવાના બિઝનેસનો ઘણો મોટો વિસ્તાર કર્યો હતો. સાથે સાથે એની પત્ની અનારનો પગાર પણ ૭૫૦૦૦ આવતો હતો એટલે એ સૌથી વધારે સુખી હતો.