પ્રેમ - નફરત - ૧૦૬

(26)
  • 3.3k
  • 2
  • 1.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૬ ઘણા વર્ષો પછી મીતાબેન એ સ્ત્રીને જોઈ રહ્યા હતા. એને લખમલભાઈ ઓળખતા હશે એનો મીતાબેનને અંદાજ ન હતો. અને એ એમની મુલાકાત માટે કેમ લઈ આવ્યા હશે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. રચનાને મીતાબેનના ચહેરાના ભાવ પરથી થોડો ખ્યાલ આવી ગયો કે એ એમને ઓળખે છે. મીતાબેન નવાઈથી પૂછવા લાગ્યા:‘તમે લતાબેન તો નહીં?’‘હા, અને તમે મીતાબેન જ છો ને?’ લતાબેને પણ મીતાબેનને ઓળખી લીધા:‘આવો, આવો... લખમલભાઈ આવો...’બધા જ અંદર પ્રવેશ્યા પછી લખમલભાઈ બોલ્યા:‘મીતાબેન, તમે લતાબેનને કેવી રીતે ઓળખો છો?’‘હું એક- બે વખત જ એમને મળી છું. પણ એમની સાથે એક વખત લાંબી