સત્ય-અસત્યની સાચી વ્યાખ્યા

  • 3.1k
  • 4
  • 972

એવું છે, સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે. પણ સત્ય એના સત્યના રૂપમાં હોવું જોઈએ, એની વ્યાખ્યામાં હોવું જોઈએ.પોતાનું સાચું ઠરાવવા માટે લોક પાછળ પડે છે. પણ સાચાને સાચું ઠરાવશો નહીં. સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવું કે તમારું સાચું નથી, કંઈક કારણ છે એની પાછળ. એટલે સાચું કોને કહેવાય ? સાચી વાતને સાચી વાત ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામું જોવાનું નથી. એના ચાર પાસાં હોવા જોઈએ. સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિતવાળું હોવું જોઈએ ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવું જોઈએ, એનું