લલિતા - ભાગ 12

  • 2.9k
  • 1.6k

'અરે...અર્જુન કુમાર તમે! આવો આવો' પ્રકાશભાઈ અર્જુને ઘરના દરવાજેથી આવકારે છે. 'તમારે અચાનક આવવાનું થયું... મતલબ કોઈ સાથે સંદેશો મોકલ્યો હોત તો સારું થયું હોત. અમે તમારા સ્વાગતની તૈયારી કરી શક્યા હોત... કંઈ વાંધો નહીં હું પાણી લઈ આવું''અરે ના ના... હું ઘરેથી જ આવ્યો છું. મારે તમારી પરમિશન જોઈતી હતી.' અર્જુન થોડી શરમ સાથે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરતાં આગળ કહે છે. 'હવે મારા અને લલિતાના લગ્ન થવાનાં છે એટલે અમે એકબીજાને વધુ સારી રીતે જાણી અને સમજી શકીએ તે માટે હું લલિતાને બહાર લઈ જવા માંગુ છું. મતલબ કે મારા મિત્રોએ મને પૂછ્યા વિના જ આવતી કાલની