મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 15

  • 2.9k
  • 1.3k

પ્રકરણ ૧૫સોનુના સૂઈ ગયા પછી બધા હૉલમાં ભેગા મળી બેઠાં. કવિતાએ બોલવાનું શરૂ કર્યું. " મમ્મી, પપ્પા હું તમારાં બન્નેની માફી માંગુ છું. કદી માફ ન કરી શકાય એવી ભૂલ, ગુનાહિત ભૂલ થઈ છે. સાચું કહું તો હું પણ નથી સમજી શકતી કે કઈ રીતે આ બધું થઈ ગયું! તમારાં સંસ્કારો, તમારી શાખ, તમારો પ્રેમ એ બધું વિચારવાની બુદ્ધિ પણ કેમ ન સૂઝી?" આટલું બોલતાં એ ગળગળી થઈ ગઈ. મીનાબેન એની પીઠ પસવારતા હતા. પણ આજે બધાંએ નક્કી કર્યું હતું કે કવિતાને એકવાર બોલી દેવા લેવું એટલે એનું મન ખાલી થઈ જાય. થોડું અટકી એણે ફરી બોલવું શરૂ કર્યું, "