દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 6

  • 2.9k
  • 1
  • 968

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાનભાગ:- 6લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમજા આવી ને ગયા ભાગમાં ડાયનાસોર રાઈડ માણવાની? ચાલો હવે કોઈક બીજી જગ્યાની મજા માણવા જઈએ. ક્યાં એ તો હવે આપણી ધારાવાહિકનાં ચાર નાયકો જ જાણે! પણ ચોક્કસથી કોઈક સારી જગ્યાએ જ લઈ જશે. તો ચાલો, જઈએ વમ્નિ સાથે અને આપણી મજા બેવડાવી દઈએ.ડાયનાસોર રાઈડ માણ્યા બાદ ચારેય જણાં ફરીથી એક વાર સલીમગઢ ગયા. આ વખતે બહુ લાંબી લાઈન ન હોવાથી ત્યાં જ રહ્યાં. દસ મિનિટમાં એમનો નંબર આવી ગયો. ચારેય જણાં રાઈડમાં બેઠાં. આ રાઈડમાં આગળના ભાગે બંદૂક મૂકેલી હોય છે. જેની સાથે એક ડિજિટલ કાઉન્ટર મૂકેલું હોય છે.