મિત્ર અને પ્રેમ - 15

  • 2.3k
  • 1.1k

આલોક કોઈ હિસાબે આ લગ્ન કરવા માંગતો ન હતો. તે જાણી જોઈને આશીતા સાથે ખરાબ વર્તન કરતો હતો. જેથી તે સામેથી સગાઈ તોડી નાખે બીજી બાજુ આશીતા આ સગાઈ કરવા મજબુર હતી. તે તેના પપ્પાની લાડલી હતી અત્યાર સુધીમાં તેની બધી જરૂરિયાત એના પપ્પાએ પૂરી કરી હતી અને આવી મહત્વની ઘડીએ તેના પપ્પાને ના પાડી દે તો તેના પપ્પાને ખૂબ ખરાબ લાગશે એવું વિચારી આશીતા આ સંબંધમાં બંધાઈ જવા તૈયાર થઈ હતી. બંને માટે આ સંબંધમાં આગળ વધવું એટલે ભવિષ્યની બરબાદી જ હતી જેનાથી આલોક વાકેફ હતો પરંતુ આશીતા હજુ અંધારામાં જ હતી. આલોકની ચાલ જુદી જ હતી જે કદાચ