ડાયરી - સીઝન ૨ - પ્રવાસ

  • 1.6k
  • 564

શીર્ષક : પ્રવાસ ©લેખક : કમલેશ જોષી તમે છલ્લે પ્રવાસ કે પર્યટનમાં ક્યારે ગયા હતા? યાદ છે? કદાચ હમણાં જ દિવાળી વેકેશનમાં ફ્રેન્ડ સર્કલ સાથે કે કોઈ કઝીનના લગ્ન પ્રસંગે જાનમાં સગાં-વહાલાંઓ સાથે કે કોઈ ઓફીશીયલ કોન્ફરન્સ એટેન્ડ કરવા બોસ સાથે કે હનીમુન માણવા લાઈફ પાર્ટનર સાથે તમે તાજેતરમાં જ કદાચ કોઈ મસ્ત મુસાફરી માણી હશે. હવે તમે એ કહો કે તમને યાદ છે કે તમે પહેલો પ્રવાસ ક્યારે માણ્યો હતો? પ્રાયમરીમાં પાંચમું કે સાતમું ભણતા ત્યારે શિયાળાની ઋતુમાં ડીસેમ્બર જાન્યુઆરીના મહિનામાં કડકડતી ટાઢમાં વહેલી સવારે તમે જયારે અર્ધી ઊંઘમાં હતા ત્યારે તમારા મમ્મી તમને નવશેકા પાણીએ સહેજ અમથા નવડાવી,